Connect Gujarat
ગુજરાત

જામનગર: રાવણ દહનના કાર્યક્રમનું કાઉન્ટડાઉન, દિલ્હીથી ખાસ કારીગરો બોલાવી પૂતળા તૈયાર કરાયા

જામનગરમાં છેલ્લા 7 દાયકાથી પરંપરાગત રીતે ઉજવાતા રાવણ દહનના કાર્યક્રમની સિંધી સમાજ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે

X

જામનગર માં છેલ્લા 7 દાયકાથી પરંપરાગત રીતે ઉજવાતા રાવણ દહનના કાર્યક્રમની સિંધી સમાજ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે

જામનગર માં 7 દાયકાથી પરંપરાગત રીતે આસો સુદ આદ્યશક્તિ માં જગદંબાના નવ નોરતા બાદ વિજયાદશમી મહોત્સવની ઉજવણી જામનગરના સિંધી સમાજ દ્વારા કરવામાં આવે છે.જે સંદર્ભે ચૂંટણી વર્ષ હોવાને કારણે દેશના વડાપ્રધાન આગામી 10 ઓકટોબરના પ્રદર્શન મેદાન ખાતે જનસભા સંબોધવાના હોવાથી તેની તૈયારીઓ અગાઉ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે આ બાબતને ધ્યાને લઈ આ વર્ષે રાવણદહનના કાર્યક્રમ સ્થળમાં ફેરફાર કરી શહેરના પ્રણામી મેદાનમાં રાવણદહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

સિંધી સમાજ દ્વારા યોજાતી રાવણ દહનની પરંપરા મુજબ રામ – રાવણની સેનાના લલકાર નગરના માર્ગો પર ગુંજશે મેઘનાથ અને કુંભકર્ણના પૂતળામાં 1200 યુનિટ એક્સ્પ્લોઝિવ ગોઠવવામાં આવ્યા છે જ્યારે રાવણના પૂતળામાં 1300 યુનિટ એક્સ્પ્લોઝિવ ગોઠવવા ખાસ દિલ્હીથી કારીગરોની ટિમ આવી છે જે એક્સ્પ્લોઝિવ ચેઇન સિસ્ટમથી ફૂટે તેવી ગોઠવણ કરવામાં આવી છે.

Next Story