Connect Gujarat
સુરત 

સુરતીઓના "એક્વા ગરબા" : બાળકોથી લઈને યુવાનોએ સ્વિમિંગ પુલમાં બોલાવી ગરબાની રમઝટ...

સુરત શહેર તથા જિલ્લામાં હાલ નવરાત્રીમાં નાના બાળકોથી લઈને યુવાનો દ્વારા સ્વિમિંગ પુલમાં યોજાયેલા એક્વા ગરબા શહેરભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા

X

સુરત શહેર તથા જિલ્લામાં હાલ નવરાત્રીમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે, ત્યારે 200 જેટલા નાના બાળકોથી લઈને યુવાનો દ્વારા સ્વિમિંગ પુલમાં યોજાયેલા એક્વા ગરબા શહેરભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.

નવરાત્રિમાં અવનવા અનેક પ્રકારના ગરબાઓ જે લોકોનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ રહ્યા છે, ત્યારે એવી જ રીતે સુરતમાં ખેલૈયાઓ સ્વિમિંગ પુલમાં ગરબે રમતા નજરે પડ્યા હતા. તમે સ્કેટિંગ ઉપર ગરબા જોયા હશે, અલગ અલગ પ્રકારના ગરબા જોયા હશે. પરંતુ અત્યાર સુધીમાં તમે ક્યારે એક્વા ગરબા નહીં જોયા હોય, ત્યારે સુરતના સ્વિમિંગ પુલમાં યોજાયેલ એક્વા ગરબાએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. આ એક્વા ગરબા એટેલે કે, ખેલૈયાઓ એક સાથે સ્વિમિંગ પૂલમાં રાસ ગરબા કરતા જોવા મળ્યા હતા. નાના-મોટા સૌ કોઈ પાણીમાં રમાયેલા ગરબામાં ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે ગરબા રમ્યા હતા.

Next Story