Connect Gujarat
ટેકનોલોજી

એક સાથે ચાર ડિવાઇસમાં ચાલશે WhatsApp, પરંતુ શરૂઆતમાં આવશે આ સમસ્યા

એક સાથે ચાર ડિવાઇસમાં ચાલશે WhatsApp, પરંતુ શરૂઆતમાં આવશે આ સમસ્યા
X

વોટ્સએપ હવે આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. આપણાં રોજિંદા કામથી લઈને ઓફિસ સુધીના તમામ કાર્યો ફક્ત આ સોશિયલ મેસેજિંગ એપ્લિકેશન દ્વારા કરવામાં આવી રહ્યા છે. હવે આ દરમિયાન એક અન્ય તાજા સમાચાર આવી રહ્યા છે, ખૂબ જ ટૂંક સમયમાં તમે એક સાથે ચાર ગેજેટ્સમાં વોટ્સએપ ચલાવી શકશો. શ્રેષ્ઠ વસ્તુ એ હશે કે આ ચાર ઉપકરણોમાં વારંવાર લૉગ-ઇન કરવાની જરૂર રહેશે નહીં.

મળતી માહિતી મુજબ, વોટ્સએપ આ નવા ફિચર પર કામ કરી રહ્યું છે. વપરાશકર્તાઓ આ નવી સુવિધા દ્વારા એક સાથે ચાર ઉપકરણો પર કામ કરી શકશે. એટલે કે, એક સાથે ચાર મોબાઇલ અથવા ડેસ્કટોપ પર કામ થઈ શકે છે. કંપની ટૂંક સમયમાં વોટ્સએપનું મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ સુવિધા રજૂ કરી શકે છે. આ સુવિધા પહેલાં, વપરાશકર્તાઓ એક જ ઉપકરણ પર ફક્ત એક જ વોટ્સએપ એકાઉન્ટ સક્રિય કરી શકતા હતા.

જુદા જુદા ઉપકરણો પર વોટ્સએપની મલ્ટિ ડિવાઇસ સપોર્ટ સુવિધાને સક્રિય કરવા માટે તમે જે નંબર પર એકાઉન્ટ બનાવ્યું હશે તે મોબાઈલ નંબર ઉપર ઓટીપી (OTP) જય શકે છે. ઓટીપી ચકાસણી કર્યા પછી, વપરાશકર્તાઓ મહત્તમ ચાર ઉપકરણોમાં એક જ વોટ્સએપ એકાઉન્ટ ચલાવી શકશે. વોટ્સએપના આ ફીચરનો ઉપયોગ કરનારા યુઝર્સ એવા વપરાશકર્તાઓને મેસેજ કરી શકશે નહીં કે જેઓ તેમના ફોનમાં જુના વોટ્સએપ વર્ઝનનો ઉપયોગ કરતાં હશે. હાલમાં બીટા પરીક્ષકોને આ સુવિધાનો ઉપયોગ કરવા આમંત્રણ અપાયું છે.

Next Story