રાજ્ય સરકાર દ્વારા તારીખ 20મીની મોડી રાત્રે 23 IAS અધિકારીઓની બદલીના હુકમ કર્યા હતા. જેમાં CMના સચિવ સહિત મ્યુનિસિપલ કમિશનરોની ટ્રાન્સફર કરવામાં આવી છે.
રાજ્ય સરકારે 23 IAS અધિકારીઓની બદલી ના હુકમ કર્યા છે. જેમાં રાજકોટ, જામનગર, સુરત, અને જુનાગઢના મ્યુનિસિપલ કમિશનરની પણ બદલી કરવામાં આવી છે. જયારે જૂનાગઢના પૂર્વ કલેકટર અશ્વિની કુમારને મુખ્યમંત્રીના સચિવ બનાવવામાં આવ્યા છે જયારે CMના સચિવ અજય ભાદુની મેરિટાઇમ બોર્ડમાં બદલી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી બન્યા બાદ ટુંકા ગાળામાં વિજય રૂપાણી દ્વારા બીજી વખત સનદી અધિકારીઓની બદલી કરવામાં આવી છે, તેમજ હજુ પણ IAS અધિકારીઓની બદલી કરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.
