વ્યક્તિની જયારે યાદશક્તિ, નિર્ણય લેવામાં મુશ્કેલી, તેમજ બોલવામાં તકલીફ થવાની સાથે દર્દી પરિવારજનોના નામ પણ ભૂલી જાય ત્યારે માનવામાં આવે છે કે અલ્ઝાઇમર બીમારી થી તે પીડાય રહ્યા છે.

21મી સપ્ટેમ્બરને વિશ્વ અલ્ઝાઇમર દિવસ તરીકે મનાવવામાં આવે છે જોકે હજી આ રોગ અંગે વિશેષ જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે. વિશ્વભરમાં લાખો લોકો આ રોગ થી પીડાય રહ્યા હોવાનું પણ જાણવા મળ્યુ છે.

અલ્ઝાઇમર રોગનું નામ ડો.અલોઇસ અલ્ઝાઇમરના નામથી રાખવામાં આવ્યુ છે. 1906માં જર્મની ના ન્યુરોલોજીસ્ટ ડો.અલોઇસ અલ્ઝાઇમરે આ રોગ અંગેની જાણકારી મેળવી હતી, એક મહિલા તેઓના ત્યાં માનસિક બીમારીની સારવાર અર્થે આવી હતી અને તે બીમારીના કારણે તેનુ મૃત્યુ થયુ હતુ. તેથી ડો.અલોઇસે મહિલાના મગજને લગતી તકલીફો ની જાણકારી મેળવવા માટે ઉંડો અભ્યાસ કર્યો હતો અને તેઓએ કરેલા પરીક્ષણમાં મહિલા ના મગજમાં નાના નાના પેશીઓ ના ટુકડા જોવા મળ્યા હતા તેમજ ડોક્ટર નિરીક્ષણ કર્યું હતું કે નર્વ સેલ અને મગજ વચ્ચે નો સંપર્ક ન હોવાનું કારણ આ રોગનું મુખ્ય લક્ષણ છે.

રોગના લક્ષણો :-

– અલ્ઝાઈમરના પ્રારંભિક લક્ષણો માં યાદ શક્તિ નો અભાવ,નિર્ણય કરવામાં સમસ્યા,કોઈ મુશ્કેલી ની સમસ્યા માંથી બહાર નીકળવામાં પરેશાની થવી,દૈનિક કાર્યો ને પુરા કરવામાં પણ અસફળ રહેવુ.

– આ રોગની વધારે અસર થતા દર્દી પરિવારના સભ્યો ની ઓળખ પણ નથી કરી શકતો,તેમજ વિચિત્ર હરકતો કરે છે.

– જયારે બીમારી વધે છે ત્યારે દર્દી સરખુ બોલી પણ નથી શકતો અને અન્ય લોકો પર તે નિર્ભર રહે છે.

ઉપાય :-

– ન્યુરોલોજીસ્ટ દ્વારા અલ્ઝાઇમર રોગ થી પીડાતા દર્દી ના વિવિધ ટેસ્ટ કરવામાં આવે છે જેમ કે સીટી સ્નેક,MRI સહિતનું પરીક્ષણ કરવામાં આવે છે,અને તેના આધારે દર્દી ની સારવાર કરવામાં આવે છે.

– આ રોગ થી પીડાતા દર્દી સાથે તેના પરિવારના સભ્યો એ પણ ખાસ કાળજી રાખવી પડે છે.

– રોગીને દવા ની સાથે સાથે હળવી કસરત,યોગ થકી પણ રાહત મળે છે,તેમજ પૌષ્ટિક આહાર પણ એટલોજ જરુરી છે.

અલ્ઝાઇમર ને આમતો વારસાગત બીમારી હોવાનું પણ કહેવાય છે તેમજ આ અંગે અન્ય રોગો માટે જે રીતે જાગૃતતા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તે મુજબ જાહેર કાર્યક્રમો થકી લોકોને અલ્ઝાઇમર અંગે જાગૃત કરવા જોઈએ જેથી દર્દીમાં પ્રારંભિક લક્ષણ દેખાય કે તેની યોગ્ય સરવાર કરી શકાય.