અમદાવાદ જીલ્લાનાં માંડલ તાલુકાનાં વીઠલાપુર ખાતે હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કુટર ઇન્ડીયા પ્રા.લીનું લોકાપણ કરતાં મુખ્યમંત્રી આંનદીબેન પેટલ./connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/02/Honda-17022016-2.jpg)
અમદાવાદ જીલ્લાનાં માંડલ તાલુકાનાં વીઠલાપુર ખાતે નવનિર્માણ આધુનિક હોન્ડા મોટરસાયકલ એન સ્કુટર ઇન્ડીયા પ્રા.લી નું લોકાર્પણ રાજ્યનાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલનાં હસ્તે કરવામાં આવ્યું હતુ.
આપ્રસંગે આનંદીબેન પટેલ જ્ણાવ્યું હતુ કે એક સમયે આ વિસ્તારમાં કોઇ પણ ઉધોગો ન હતા તેને બદલે જાપાનની હોન્ડા કંપની જેવી મોટી કંપનીઓ પોતાનાં પ્લાન્ટ સ્થાપી રહી છે. અમદાવાદ જીલ્લામાં આણંદ બાદ વિરમગામ અને બહુચરાજી હાઇવે પર હોન્ડા સિવાય મારૂતી અને અન્ય કંપનીઓ પોતાનાં પ્લાન્ટ સ્થાપી રહી છે.
ત્યારે આ વિસ્તાર પણ વિકાસ ની હરણ ફાળ ભરશે તેઓ વિશ્વાસમત તેઓએ વ્યકત કયોં હતો. તેમજ યુવાધન માટે રોજગોરીની પણ તકો મળશે. આ પ્રસંગે પ્લાન્ટમાં ઉત્પાદિત થયેલ પ્રથમ સ્કૂટરની ભેટ મુખ્યમંત્રીને આપવામાં આવી હતી , જે સ્કુટર આનંદીબહેને મેડીકલમાં અભ્યાસ કરતી ગરીબ વિદ્યાર્થીનીને ભેટ આપવાની જાહેરાત કરી હતી.
