સ્વચ્છ રેલવે સ્ટેશનોની યાદીમાં રાજકોટ બીજા ક્રમે જ્યારે વડોદરા આઠમા ક્રમે.
ગુજરાત રાજયના સુરત શહેરને થોડાક સમય અગાઉ ભારત દેશનું છઠ્ઠા ક્રમાંકનું સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યુ હતુ. તા.૧૭મી માર્ચના રોજ રેલવે મંત્રી સુરેશ પ્રભુ દ્વારા જાહેર કરાયેલા વેસ્ટર્ન રેલવેના ૧૦ સ્વચ્છ રેલવે સ્ટેશનોનાં સર્વેમાં સુરત રેલવે સ્ટેશન ભારતનું સૌથી સ્વચ્છ રેલવે સ્ટેશન જાહેર કરવામાં આવ્યુ હતુ.
વેસ્ટર્ન રેલવેમાં સુરત પ્રથમ, રાજકોટ અનુક્રમે બીજા ક્રમાંકે, મુંબઈ સેન્ટ્રલ પાંચમા સ્થાને જ્યારે વડોદરા રેલવે સ્ટેશન આઠમા ક્રમાંકે હોવાનું જાહેર કરવામાં આવ્યુ હતુ.
