ભારત ના અત્યંત વ્યસ્ત નેતાઓ ઉદ્દઘાટન માટે સમય આપે તો હોસ્પિટલ ચાલુ થાય : તંત્ર નો ખુલો જવાબ.

છાશવારે ધરણાએ દોડી જતું વિપક્ષ કેમ ફક્ત પત્ર વ્યવહાર કરી સંતોષ માણે છે.

આશરે વર્ષ ઉપર ના સમય થી તૈયાર થયેલ અંકલેશ્વર ના ઈએસઆઈસી હોસ્પીટલને શરૂ કરવા ભરૂચ ના પનોતા પુત્ર અને કોંગ્રેસ ના રાજ્યા સભાના સાંસદ અહેમદ પટેલે બે વર્ષ પછી સમય કાઢી પત્ર લખી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને રજુઆત કરી, આ કાર્ય અત્યંત પ્રશંસનીય છે પરંતુ ભરૂચ જીલ્લા કોંગ્રેસ જે છાશવારે ધરણા અને રેલી ના શસ્ત્રો ઉગામે છે તે તેમના રાષ્ટ્રીય નેતા ની હાકલ બાદ પણ ફક્ત પત્ર વ્યહવાર થીજ કેમ સંતોષ માણ્યો છે,તે પ્રશ્ન અંકલેશ્વર સહીત જીલ્લા ભર ની પ્રજા ને મુજવણમાં મુકે છે.

અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત રૂ.૧૦૪ કરોડના ખર્ચે અત્યાધુનિક ઈએસઆઈસી હોસ્પીટલ નિર્માણ થઈને તૈયાર છે.કેન્દ્ર માં કોંગ્રેસ રાજ હતું તે સમય,વર્ષ 2012 માં આ હોસ્પિટલ નો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો,સ્વાભાવિક રીતે અંકલેશ્વર માં રાજય સભાનાં સાંસદ અહેમદ પટેલનાં પ્રયાસોથી આ હોસ્પીટલ બનાવવામાં આવી છે.પરંતુ આજે 2 વર્ષ જેટલા સમય બાદ પણ અચ્છે દિનની બાંહેધરી આપવા વાળી સરકારે આ હોસ્પીટલના ના ઉદ્દઘાટન માટે કંઈ જ વિચાર્યું નથી, ભારત ના અત્યંત વ્યસ્ત નેતાઓ ઉદઘાટન માટે સમય આપતા નથી અને હડકપદુળા સ્થાનિક નેતાઓ તેમના વગર આ હોસ્પીટલ નું ઉદઘાટન નથી કરતા.

તા-૨૧મી એપ્રિલ ૨૦૧૨નાં રોજ રૂ. ૧૦૪ કરોડનાં ખર્ચે ૧૦૦ બેડ ધરાવતી રાજય કર્મચારી નિગમ (ઈએસઆઈસી) હોસ્પીટલ નિર્માણ માટે યુપીએ સરકારનાં શ્રમ અને રોજગાર કેન્દ્રીય મંત્રી મલ્લિકાર્જુન ખડગેના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.રાજય સભાનાં સાંસદ અહેમદ પટેલનાં પ્રયાસોથી અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં ફરજ બજાવતા કામદારો તેમનાં પરિવારજનોને વિના મુલ્યે ગુણવત્તા સભર તબીબી સારવાર મળી રહે તેવા ઉમદા વિચાર સાથે હોસ્પીટલનું નિર્માણ કરવામાં આવ્યુ હતું.શિલાન્યાસથી માંડીને વર્તમાન સમયમાં પાંચ વર્ષ થઈ ગયા હોવા છતાં કેન્દ્ર કે રાજય સરકાર હોસ્પીટલ શરૂ કરી ન શકતા આધુનિક હોસ્પીટલ માત્ર શોભાનાં ગાંઠીયા સમાન બની ગઈ છે.ઔદ્યોગિક વસાહતોમાં ફરજ બજાવતા ગરીબ, મધ્યમ વર્ગીય કામદારો અને તેઓનાં પરિવારજનોને હાલ મસ્ત મોટા પૈસા ભરી બિનસરકારી હોસ્પિટલ માં અથવા બહારગામ જઈ તબીબી સારવાર લેવી પડે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તા. ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૦નાં રોજ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પીટલનાં ઉદ્દઘાટનના પ્રસંગે અહેમદ પટેલને પૂર્ણ કદની ઈએસઆઈસી હોસ્પીટલ શરૂ કરવાનો વિચાર આવ્યો હતો અને તેઓએ યુપીએ સરકારમાં આ અંગે રજુઆત કરી હતી અને ૨૧મી એપ્રિલ ૨૦૧૨માં હોસ્પીટલનો શિલાન્યાસ બાદ માત્ર દોઢ વર્ષમાં જ હોસ્પીટલ સાધનો સભર સજજ થઈને તૈયાર છે પરંતુ ઉદ્દઘાટક ના અભાવે રાજય કર્મચારી નિગમ (ઈએસઆઈસી) આ હોસ્પિટલ નું ઉદ્દઘાટન નથી કરતુ

બસ માત્ર ઉદ્દઘાટનની રાહ જોવાય રહી છે.