ભરૂચ જીલ્લા પંચાયતના સભાખંડ ખાતે હેલ્થ સોસાયટીના ઉપક્રમે પીસી એન્ડ પીએનડીટી એક્ટની સમજણ ઉપરાંત ગર્ભ પરિક્ષણ કરી સ્ત્રી બૃણ હત્યા સામે જનજાગૃતિ લાવવા માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

1 આ સેમિનારમાં જીલ્લા આરોગ્ય અધિકારી વી.એસ.ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ભરૂચ જીલ્લામાં સ્ત્રી પુરુષ સેક્સ રેશીયાના વર્તમાન તફાવત ને ગંભીર ગણાવ્યો હતો ભરૂચ જીલ્લામાં વર્ષ 2001માં 6 વર્ષ સુધીના બાળકોના જન્મને આધારે સ્ત્રીજન્ય સંખ્યા 928 હતી તે 2011માં 920 થાય છે જયારે 2011માં એક હાજર પુરુષે સ્ત્રી સંખ્યા 925 હોવાની તેઓએ માહિતી આપી આ બાબતેને ખુબ જ ચિંતાજનક ગણાવી હતી.

જયારે સેમિનારમાં મહિલા અગ્રણી વાસંતી બહેન દીવાને જનજાગૃતિ ઉપર ભાર મૂકી સૌના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.

આ સેમિનારમાં ભરૂચ અંકલેશ્વરના તબીબો ડો.એલ.આર.ગોહિલ, ડો. રજની કાન્ત ચૌધરી , ડો. પારિતોષ મોદી, ડો. અનીલ વસવા , સિવિલ સર્જન એસ.આર.પટેલ સહિતના તબીબો ઉપસ્થિત રહ્યા હતા.