અમદાવાદ,કચ્છ,ગાંધીનગર,આણંદ,વલસાડ અને વડોદરાના અધિકારીઓની બઢતી બદલી કરવામાં આવી છે.

અમદાવાદ શહેરના ટ્રાફિકના ડીસીપી એમ.ડી.જાની ની બદલી કચ્છમાં એસઆરપીએફના કમાન્ડન્ટ તરીકે કરવામાં આવી છે.આણંદના સુપરિટેન્ડન્ટ ઓફ પોલીસ અશોક કુમાર યાદવની ગાંધીનગરમાં સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો કમ કોમ્પ્યુટરમાં સુપરિટેન્ડન્ટ ઓફ પોલીસ પદે બદલી કરવામાં આવી છે.

તે સિવાય વડોદરા ગ્રામીણના સબ ડીવીઝનલ પોલીસ ઓફિસર ડો.સુધીર દેસાઈને બઢતી આપીને ટ્રાફિકના ડીસીપી એમ.ડી.જાની ની જગ્યાએ ડીસીપી (ટ્રાફિક) તરીકે બદલી કરવામાં આવી છે. વલસાડના આસિસ્ટંટ સુપરિટેન્ડન્ટ ઓફ પોલીસ બાલારામ મીણા ને પણ બઢતી આપીને ડીસીપી ( કંટ્રોલ રૂમ) પદે બદલી કરવામાં આવી છે.

ગાંધીનગરના આસિસ્ટંટ સુપરિટેન્ડન્ટ ઓફ પોલીસ ડો.કરણરાજ બી વાઘેલાને રાજકોટ શહેરના ડીસીપી પદે બઢતી આપવામાં આવી છે. જયારે વડોદરા શહેરના સી ડીવીઝનના આસિસ્ટંટ કમિશ્નર ઓફ પોલીસ સૌરભ સિંહને આણંદમાં અશોકકુમાર યાદવની ખાલી પડેલી જગ્યાએ સુપરિટેન્ડન્ટ ઓફ પોલીસ પદે બઢતી આપવામાં આવી છે.