Connect Gujarat
ગુજરાત

ગુજરાતી ફિલ્મ ‘રોમિયો એન્ડ રાધિકા’નું મ્યુઝિક લોન્ચ

ગુજરાતી ફિલ્મ ‘રોમિયો એન્ડ રાધિકા’નું મ્યુઝિક લોન્ચ
X

લગભગ નિર્જીવ થઇ ગયેલી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આધુનિક ગુજરાતી ફિલ્મોએ પ્રાણ પુર્યા છે. હવે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ ક્ષેત્રે નવી પેઢીને અનુલક્ષીને ફિલ્મો બનાવવામાં આવી રહી છે. ‘ગુજ્જુભાઇ ધ ગ્રેટ’, ‘પ્રેમજી’, ‘બે યાર’ અને ‘કેવી રીતે જઇશ’ છેલ્લો દિવસ વગેરે જેવી તેની સાક્ષી છે.

ગુજરાતી ફિલ્મ જગતમાં ડિરેક્ટર સિદ્ધાર્થ ત્રિવેદીની એક એવી જ આધુનિક અર્બન મુવી આવી રહી છે જેનું નામ છે ‘રોમિયો એન્ડ રાધિકા’. તાજેતરમાં જ સરખેજ હાઇવે પરની એક હોટલમાં આ ફિલ્મની મ્યુઝિક લોન્ચિંગ પાર્ટી યોજાઇ હતી. 2.5 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી નાકોડા પ્રોડક્શનની આ ફિલ્મમાં તુષાર સાધુ અને વિધિ પરીખ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. તે સિવાય શાહબાઝ ખાન, રાજ પ્રેમી અને મુશ્તાક ખાન જેવા બોલિવૂડ કલાકારો પણ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મનું ગીત ‘ઇશ્કના આકાશમાં દિલની પતંગ ઉડે તો’ સોશિયલ મીડિયા અને યુ ટ્યુબ પર ધૂમ મચાવી રહ્યું છે.

romeo 3

રોમિયો એન્ડ રાધિકા ફિલ્મ ના અભિનેતા તુષાર સાધુએ કનેક્ટ ગુજરાત સાથેની વાતચીત માં જણાવ્યું હતું કે ફિલ્મ માં રોમેન્ટિક ગીત છે અને દિલને સ્પર્શે તેવા ગીત વગર ફિલ્મ અધુરી છે.વધુ માં તેઓએ આ ફિલ્મ આગામી જુન મહિનામાં રિલીઝ થશે.તેમજ હાલ માં આ ફિલ્મ નું શૂટિંગ પૂર્ણ થયું છે અને તેઓ તેમની આગામી ફિલ્મ "તું તો ગયો"કામ કરી રહ્યા છે.

Next Story