ગુજરાત સરકારે એગ્રી બિઝનેસ પોલીસી 2016 લોન્ચ કરી છે. જેમાં ફુડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝને પ્રમોટ કરવા માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
ખેડા જિલ્લાના આણંદમાં કૃષિ મહોત્સવના ઉદ્દઘાટન પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે નવી પોલીસી લોન્ચ કરી હતી.
આ પ્રસંગે આનંદીબેને જણાવ્યું હતું કે નવી પોલીસીનો હેતુ ખેતીને લગતા ઇન્ફાસ્ટ્રક્ચરને મજબૂત બનાવી અને ફુડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝને પ્રમોટ કરીને ખેડૂતોની આવકમાં વધારો કરવાનો છે.
આ નવી પોલીસી મુજબ ફુડ પ્રોસેસિંગ યુનિટ સ્થાપવા માટે સબસીડી તેમજ ઉદ્યોગ સાહસિકોને રાહતદરે લોન સહીત ની વગેરે જેવી સુુવિધા અપાશે
