રાજ્ય સભા માટે ભાજપાએ ઉમેદવારી પસંદગી માં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરષોત્તમ રૂપાલા પર પસંદગી નો કળશ ઢોળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુજરાતની રાજ્ય સભા ની એક બેઠક પ્રવીણ રાષ્ટ્રપાલ નાં અવસાન થી ખાલી પડતા આ બેઠક માટે 11 જુને ચૂંટણી યોજાવાની છે.કોંગ્રેસ અને ભાજપા બંને પક્ષોએ ઉમેદવાર પસંદગી માટેની તૈયારીઓ શરૂ કરી છે.અને ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 31 મે છે.
ભાજપ માંથી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરષોત્તમ રૂપાલા નું નામ મોખરે છે.અને પક્ષ દ્વારા તેઓને રાજ્ય સભા ની બેઠક પર ઉમેદવાર બનાવવા માં આવે તેમ જાણવા મળ્યું છે.પુરષોત્તમ રૂપાલા અગાઉ 2008 થી 2014 સુધી રાજ્ય સભામાં સભ્ય તરીકે રહ્યા હતા,આખાબોલા અને સૌરઠી ભાષામાં જાહેર સભા સંબોધીને લોકોમાં પોતાની વાક છટા થી અનેરૂ સ્થાન તેઓ ધરાવે છે.
