તસ્કરો સોનાનાં દાગીના અને રોકડ રૂપિયા મળી કુલ રૂ. ૪.૭૩ લાખનો મુદ્દામાલ ચોરીને ફરાર
અંકલેશ્વર જીઆઈડીસીની આવકાર સોસાયટીનાં બંધ મકાનમાંથી તસ્કરો સોનાનાં દાગીના તેમજ રોકડ મળી કુલ રૂ. ૪.૭૩ લાખનો મુદ્દામાલ ચોરીને ફરાર થઈ ગયા હતા.
અંકલેશ્વર જીઆઈડીસીની આવકાર સોસાયટીમાં રહેતા મયુર વ્રજલાલ જૈન પરિવારજનો સાથે તા- ૧૬મીનાં રોજ ઘર બંધ કરીને બહાર ગામ ગયા હતા. તે દરમ્યાન તસ્કરોએ તેમનાં મકાનને નિશાન બનાવ્યુ હતુ અને મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશી તિજોરી તોડી તેમાંથી સોનાનાં ૧૬ તોલાનાં દાગીના કિંમત રૂ. ૨.૪૮ લાખ તેમજ રોકડ રૂપિયા ૨.૨૫ લાખ મળી કુલ રૂ. ૪.૭૩ લાખનો મુદ્દામાલ ચોરીને ફરાર થઈ ગયા હતા.
બહાર ગામથી પરત પોતાનાં ઘરે આવતા મયુર જૈનને ચોરી અંગેની જાણ થતાં તેઓએ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી અને પોલીસે તસ્કરોનું પગેરૂ મેળવવા માટે ડોગ સ્કવોર્ડ તેમજ એફએસએલની મદદ પણ લીધી છે.
