સાર્વત્રિક વરસાદ થી ચોમાસુ બરાબર જામ્યું

દેશ ના વિવિધ રહ્યો સહિત ગુજરાત માં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે,જેના કારણે ચાતક નજરે વરસાદ ની રાહ જોતા ખેડૂતો માં ખુશી ની હેલી જોવા મળી છે.

rain 2

જાણવા મળ્યા મુજબ રાજ્યમાં સૌરાષ્ટ્ર થી દક્ષિણ કેરળ સુધી ઓફસોર ટ્રફ છવાયેલો છે અને હવાનું હળવુ દબાણ અરબી સમુદ્ર માંથી પસાર થઈ જતા સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો હોવાનું કહેવાય છે.

ગુજરાત માં સૌરાષ્ટ્ર,અમદાવાદ,વડોદરા,ભરૂચ સહિત દક્ષિણ ગુજરાત મા તારીખ 02 જુલાઈ ની સાંજ થી જ મેઘાવી માહોલ સાથે વરસાદ નું આગમન થયું હતું, જ્યારે તારીખ 3 જુલાઈ રવિવાર ની સવાર થી જ સર્વત્ર વરસાદ પડી રહ્યો છે. આભ માંથી વરસાદ રૂપી અમૃત વરસતા ધરતી પુત્રો ના તુવેર,કપાસ,શેરડી,કેળ સહિત ના પાકો ને જીવન દાન મળ્યું હોવાની લાગણી પણ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે અને ભલે મોડે મોડે વરસ્યા મેઘરાજા પણ મોસમ માં મન મુકીને વરસી ધરતી ઉપરના સૌ જીવોને તરબોળ કરે તેવી પ્રાર્થના પણ લોકો કરી રહ્યા છે.