ઘટના ના ઘેરા પડઘા પડતા રાજકારણ પણ ગરમાયુ

દલિત પરિવાર ના યુવાનો પર ના અત્યાચાર ની ઘટના થી રાજકારણ પણ ગરમાયુ છે અને એક પછી એક રાજકારણીઓ ભોગ બનનાર પરિવારની મુલાકાત લઇ રહ્યા છે.એનસીપી ના નેતા પ્રફુલ પટેલે પણ પીડિતો ને સાંત્વના આપવા આવ્યા હતા અને બે લાખ રૂપિયા ની સહાય કરવાની જાહેરાત કરી હતી.

એનસીપી ના નેતા અને ભૂતપૂર્વ ઉડ્ડયન પ્રધાન પ્રફુલ પટેલ પણ સમઢીયાળા ગામ માં દલિત પરિવાર ની મુલાકાતે દોડી આવ્યા હતા અને પીડિત પરિવાર ના સભ્યો સાથે ઘટના અંગે વાતચીત કરીને ચિતાર મેળવ્યો હતો,તેમજ એનસીપી તરફ થી રૂપિયા બે લાખ ની સહાય ની જાહેરાત પણ તેઓએ કરી હતી.વધુ માં રાજકોટ સિવિલ હોસ્પિટલ માં સારવાર લઇ રહેલા દલિત યુવાનો ને મળીને સાંત્વના આપી હતી અને ઘટના ને ખુબજ દુઃખદ ગણાવી હતી.