ભાજપે ગુજરાત મોડેલ ની વાતો કરી હતી જે હવે દેખાય રહ્યું છે, અહમદ પટેલ

ગીર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકા ના સમઢીયાળા ગામ ના દલિત યુવાનો પર ના અત્યાચાર મુદ્દે કોંગ્રેસ ના અધ્યક્ષ સોનિયા ગાંધી ના રાજકીય સચિવ અને સાંસદ અહમદ પટેલે રાજ્ય સભા માં કેન્દ્ર અને રાજ્ય સરકાર ને આડે હાથ લીધી હતી.

અહમદ પટેલે દલિત સમાજ ના યુવાનો સાથે બનેલી અમાનવીય ઘટના ને સખ્ત શબ્દો માં વખોડી કાઢી હતી,અને દલિતો પર ની અત્યાચારની ઘટના ને કલંક રૂપ ગણાવી હતી.મહાત્મા ગાંધી,સરદાર વલ્લભભાઈ પટેલ અને ખુદ વડાપ્રધાન ની ગુજરાત ની ભૂમિ પર અમાનવીય ઘટના ઓ ને શરમજનક ગણાવી હતી.અને ગાંધીજી ના સિદ્ધાંતો થી વિપરીત પરિસ્થિતિ ગુજરાત ની હોવાનું તેઓએ જણાવ્યું હતું.ચૂંટણી સમયે મત મેળવવા માટે રાષ્ટ્ર સમક્ષ ગુજરાત મોડેલ અને સબ કા સાથ સબ કા વિકાસ ની જે વાતો કરવામાં આવી હતી તે પોકળ સાબિત થઇ છે.અને ગુજરાત મોડેલ ની છબી પણ બહાર આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

અહમદ પટેલે આ ઘટના ને વખોડી કાઢી ને ગુજરાત ની જનતા ને શાંતિ અને સુસંવાદિતા જાળવવા ની અપીલ પણ કરી હતી.