ગુજરાત રાજ્ય માં કઈ પણ થાય એટલે વિવિધ રાજકીય પક્ષો આ તરફ મુઠી વાળી ને વાટ પકડે છે,અને ભાજપ સરકાર સામે આક્ષેપો નો મારો ચલાવે છે,ત્યારે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ ના રાજીનામા માટે પણ વિરોધીઓ પોતાની રીતે જશ ખાટી રહ્યા છે,અને આમ આદમી પાર્ટી એ તો તેવા પોસ્ટરો પણ લગાવી દીધા છે.
પાટીદાર અનામત આંદોલન,દલિત અત્યાચાર મામલા થી ગુજરાતની શાંતિ માં ખલેલ પડી છે,અને તમામ મુદ્દે રાજ્ય સરકાર ને ઘેરવા માં વિરોધીઓ એક તક પણ ચુંકવા નથી માંગતા.આનંદીબહેન પટેલે સ્વૈચ્છીક નિવૃત્તિ નો પત્ર ભાજપ હાઇકમાન્ડ અને સોશ્યલ મીડિયા પર ફરતો કરતા ત્યાર થી જ વિરોધી પક્ષો એ પોતાની ભવિષ્યવાણી ભાખી રહ્યા છે.અને સૌ કોઈને એમજ લાગે છે કે બહેન તેઓનું પદ તેમના કારણે જ છોડી રહ્યા છે.અને આમ આદમી પાર્ટી એ તો સુરત માં પોસ્ટરો લાગાવી ને લોકો ને આ અંગે જણાવી રહ્યા છે.
ભાજપ અરવિંદ કેજરીવાલ ને આંખમાં કણા ની જેમ ખૂંચે છે.જયારે પણ ગુજરાત કે કેન્દ્ર સરકાર ની કોઈ વાત હોય તો તેનો વિરોધ કરવાની એક પણ તક આમ આદમી પાર્ટી છોડતું નથી.આનંદીબહેન પટેલ ના રાજીનામા ની બાબતે પણ કેજરીવાલે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ગુજરાત માં આમ આદમી પાર્ટી ની ભ્રષ્ટાચાર વિરોધ ની લડત નું આ પરિણામ છે.આ અગાઉ પણ નાના વાહન ધારકો માટે ટોલ ટેક્સ નાબુદીની જાહેરાત પણ આમ આદમી પાર્ટી ના પ્રતાપે કરવી પડી હોવાનો જશ પણ કેજરીવાલે ખાટયો હતો.
