Connect Gujarat
ગુજરાત

ભરૂચ જિલ્લામાં કોંગ્રેસની ગાંધી સંદેશ યાત્રાનું ઠેર ઠેર કરાયું સ્વાગત

ભરૂચ જિલ્લામાં કોંગ્રેસની ગાંધી સંદેશ યાત્રાનું ઠેર ઠેર કરાયું સ્વાગત
X

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ૧૫૦માં વર્ષની ઉજવણીના ભાગરૂપે દાંડીથી અમદાવાદના સાબરમતી આશ્રમ સુધી આયોજીત કરાયેલી ગાંધી સંદેશ યાત્રાનું ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા અને યુવક કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણની રાહબરીમાં સાહોલથી કરજણ ટોલનાકા સુધી ગાંધી સંદેશ યાત્રાનું નેતૃત્વ કરાયું હતું.

[gallery td_gallery_title_input="ભરૂચ જિલ્લામાં કોંગ્રેસની ગાંધી સંદેશ યાત્રાનું ઠેર ઠેર કરાયું સ્વાગત " td_select_gallery_slide="slide" size="large" ids="113180,113178,113179,113181,113172,113173,113174,113175,113176"]

સાહોલથી હાંસોટ,અંકલેશ્વર, ભરૂચ શહેર અને તાલુકાના વિવિધગામો માંથી યાત્રા પસાર થતા ઠેરઠેરથી યાત્રાનું સ્વાગત થયું હતું.હાંસોટ તાલુકાના રાયમાં ગામના ગાંધી વિચારને વરેલા અને વરિષ્ઠ ખેડૂત આગેવાન સ્વતંત્ર સેનાની હરીશ ભટ્ટ દ્વારા વિશિષ્ટ સ્વાગત કરી ગાંધીજીની રાયમા ગામની યાદો તાજી કરી હતી. રેલી ભરૂચ શહેરમાં પ્રવેશતા આંબેડકર જીની પ્રતિમાને ફુલહાર કરી સેવાશ્રમ આશ્રમની મુલાકાત લઈ ત્યાં સરદારસાહેબ અને ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરી પ્રદશન નિહાળ્યું હતું. ત્યારબાદ રાજપૂત છાત્રાલયમાં સગીતસંધ્યામાં ગાંધી ભજનોની રમઝટ બાદ યાત્રાનું રાત્રિરોકાણ થયું હતું.બીજે દિવસે રાષ્ટ્ધ્વજ ફરકાવી યાત્રાની શરૂઆતમાં શ્રવણ ચોકડીથી નબીપુર,પાલેજ માં ભવ્ય સ્વાગત સાથે કરજણ ટોલનાકા પાસે વડોદરા જિલ્લાને યાત્રા આગળ વધારવા સુપ્રત થઈ હતી. પુર્વ રેલ મંત્રી નારણભાઇ રાઠવા કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને સંજયસિંહ સોલંકી, વટારીયા સુગરના ચેરમેન સંદીપ માંગરોલા, પ્રવકતા નાઝૂ ફડવાલા સહિતના આગેવાનો આ પ્રસંગે મોટી સંખ્યામાં હાજર રહયાં હતાં.

Next Story