સુરતમાં ગુરુવારની સાંજે રાજસ્વી પાટીદાર સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે,જેને લઈને પાસ અને પાટીદારો વચ્ચે તડા પડયા છે.ત્યારે અજંપા ભરી શાંતિ વચ્ચે ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ,પ્રદેશ પ્રમુખ,CM વિજય રૂપાણી સહિત 38 ધારાસભ્યો અને મંત્રીઓ નું અભિવાદન કરવામાં આવશે.
લોખંડી સુરક્ષા કવચ સાથે સુરતના અબ્રામા આવેલ પી.પી.સવાણી શાળાના વિશાળ સંકુલ ખાતે રાજસ્વી પાટીદાર સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે. સાંજના સમયે યોજાનાર આ સમારંભમાં ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, પુરષોતમ રૂપાલા, મનસુખ માંડવીયા સહિત 38 ધારાસભ્યો અને મંત્રીઓ નું અભિવાદન કરવામાં આવશે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/09/unnamed-13.jpg)
કાર્યક્રમને લઈને ભારે ઉત્તેજનાસભર માહોલ બની ગયો છે,બે દિવસ અગાઉ સુરત ના વરાછા રોડ પર કાર્યક્રમના 18 બેનેરો ફાડી નાખવામાં આવ્યા હતા, પાસ દ્વારા કાર્યક્રમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે,જેને પગલે પોલીસ દ્વારા કેટલાક પાસ ના કાર્યકર્તા ઓ ની ધરપકડ પણ કરવામાં આવી છે. તેમજ હાર્દિક પટેલ સામે પણ ગંભીર આક્ષેપો નો મારો શરુ થતા પાસ ના વિરોધ વંટોળ વચ્ચે રાજસ્વી પાટીદાર સમારોહ યોજવામાં આવી રહ્યો છે.
આ સમારોહમાં 1 લાખ કરતા વધુ લોકો ઉમટી પડે તેવી ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે અને સુરત પોલીસે પણ ખડે પગે બંદોબસ્ત ખડકી દીધો છે.જયારે સાંજ ના 4.30 કલાકે ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ના હસ્તે શહેર ભાજપ ના નવ નિર્મિત કાર્યાલય નું ઉદ્દઘાટન પણ કરવામાં આવશે.
