સુરતમાં પોલીસની નિષ્ક્રિયતાને પગલે તસ્કરો બેકાબુ બન્યા છે અને શહેરમાં ચોરીની ઘટનાઓમાં વધારો થયો છે. તેવામાં ચોરી કરવામાં નિષ્ફળ રહેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા.
શહેરના ચોકબજાર વિસ્તારમાં આવેલ વિશ્રામનગરમાં છાશવારે ચોરીની ઘટના સામે આવે છે. પરંતુ ગઇકાલે એક દુકાન પાસે બાઇક પર આવેલ ત્રણ ઇસમોએ દુકાનનું શટર ઉંચુ કરીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ શટર ઉંચુ ના થતાં તસ્કરો ખાલી હાથે પાછા ફર્યા હતા. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી.
શહેરના આ વિસ્તારમાં તસ્કરો અને લુખ્ખા તત્વોનો આતંક છે. અહીં અવારનવાર ચોરી, લૂંટ અને વાહનોના ટાયર તથા પેટ્રોલની ચોરી જેવા બનાવો બનતા હોવા છતાં પોલીસ કોઇ પગલાં લેતી નથી. જેના કારણે લોકો હેરાન પરેશાન છે.
