વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ માટેની ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. જુલાઇમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે 4 ટેસ્ટ ક્રિકેટ મેચની સિરીઝ વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં રમાશે.
આ ટીમમાં ફાસ્ટ બોલર શાર્દૂલ ઠાકુરને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે વરૂણ એરોનને પડતો મૂકવામાં આવ્યો છે. સ્પિનર અમિત મિશ્રા ફરી ટેસ્ટમાં સ્થાન બનાવવામાં સફળ થયો છે. તે સાથે જ મોહમ્મદ શામીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે જનારી ભારતીય ક્રિકેટ ટીમમાં વિરાટ કોહલી, મુરલી વિજય, શિખર ધવન, કે.એલ.રાહુલ, ચેતેશ્વર પુજારા, આજિંક્ય રહાણે, રોહિત શર્મા, વૃધિમાન સાહા, આર.અશ્વિન, અમિત મિશ્રા, રવિન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા, મોહમ્મદ શામી, ભુવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ, શાર્દુલ ઠાકુર અને સ્ટુઅર્ટ બિન્નીનો સમાવેશ કરાયો છે.
