અંકલેશ્વર હાંસોટ માર્ગ પર ઇનોવા કાર અને બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકસવાર બે યુવાનોના કરુણ મોત નિપજ્યા હતા. જયારે કારચાલકને ઈજાઓ પહોંચી હતી.
અંકલેશ્વરના ભડકોદ્રા ગામ ખાતે રહેતા રાકેશ રામદુલાર યાદવ ઉ.વ.30 અને તેનો મિત્ર રાજેશ ઉર્ફે રણછોડ વસાવા ઉ.વ.26 બાઈક પર સવાર થઈને હાંસોટ માર્ગને અડીને આવેલ કડકિયા કોલેજ પાસેથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન એક ઇનોવા કારના ચાલકે બાઈક સવાર યુવાનોને ટક્કર મારીને અકસ્માત સર્જ્યો હતો.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/08/Accident-photo002-300x180.jpg)
સર્જાયેલા માંર્ગ અકસ્માતમાં બાઈક પર સવાર રાકેશ યાદવ અને રાજેશ વસાવાને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સની મદદથી લઇ જવામાં આવ્યા હતા. જયાં હાજર તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. જયારે ઇનોવા કારચાલક
શહીદ સમુદ વાડીવાલાને પણ ઈજાઓ પહોંચતા જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું હોસ્પિટલના સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.
