ભરૂચ રેલવે સ્ટેશન યાર્ડ માં જતુ એક ટ્રેન નું એન્જીન પાટા પર દોડી રહ્યુ હતુ અને અચાનક ટ્રેક પરથી ખડી પડતા રેવલે તંત્ર માં દોડઘામ મચી ગઈ હતી.

4967b064-2cc3-45ac-9bc7-bd47a9b7ec72

ભરૂચ રેલવે મથક પર ના યાર્ડ તરફ વિરાર શટલ નું એન્જીન દોડી રહ્યુ હતુ તે અરસામાં અચાનક એન્જીન પાટા પરથી ખડી પડતા અકસ્માત સર્જાયો હતો. ઘટના અંગે ની જાણ ભરૂચ રેલવે તંત્રને થતા રેલવે ની ટેક્નિકલ ટીમો તાબડતોબ દોડી આવીને એન્જીન ને પુનઃ પાટા પર દોડાવવા માટે ની કવાયત શરુ કરી હતી.અને યુદ્ધના ધોરણે શરુ કરાયેલી કામગીરી માં રેલવે તંત્ર ને સફળતા હાથ લાગી હતી.

436f6cf8-e227-4a23-9215-d1d136df3afb

જોકે રેલવે યાર્ડ નો ટ્રેક હોવાના કારણે અન્ય ટ્રેન વ્યવહાર પર અકસ્માત ની કોઈ અસર વર્તાય ન હતી.અને રેલ વ્યવહાર રાબેતા મુજબ જ રહ્યો હોવાનુ સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.