બલૂચિસ્તાનમાં આઝાદીના સમર્થકોએ પાકિસ્તાન વિરુદ્ધ જોરદાર પ્રદર્શન કર્યું હતું. બલૂચિસ્તાનમાં લોકોએ ભારતનો ઝંડો ફરકાવ્યો અને બલૂચિસ્તાનના શહીદ કહેવાતા સ્વર્ગસ્થ નેતા અકબર બુગતીની સાથે મોદીનો ફોટો પણ લહેરાવવામાં આવ્યો હતો.

unnamed (3)

એએનઆઇ ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ બલૂચિસ્તાનમાં છેલ્લા 4 દિવસથી પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન ચાલી રહ્યું છે. આ પ્રદર્શન દરમિયાન ત્રિરંગો ફરકાવવાની સાથે મોદીના ફોટા પણ લહેરાવવામાં આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ પાકિસ્તાની ઝંડાને પગ તળે કચડી નાંખતો ફોટો પણ શેર કર્યો હતો.

unnamed (5)