મુખ્યમંત્રી અમૃતમ‘મા’-વાત્સલ્યમ યોજનાનો ૧ લાખ ર૯ હજાર વ્યકિતઓને રૂ. ર૦૧.૮૧ કરોડનો સારવાર લાભ.
કિડની-કેન્સર-હ્વદયરોગ-લીવરના રોગોની સારવાર-શસ્ત્રક્રિયા માટે પ૮૪ દરદીઓને રૂ. ર.૭૯ કરોડની તબીબી સહાયથી નવજીવન મળ્યું.
મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે રાજ્યશાસનનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી જ તેઓ ગંભીર રોગની ખર્ચાળ સારવાર આર્થિક સગવડતાના અભાવે કરાવી ન શકતા પરિવારો-વ્યકિતઓ પ્રત્યે વિશેષ વાત્સલ્ય સંવેદના દર્શાવતા રહ્યા છે.
તેમણે તાજેતરમાં એવા ૩ દરદીઓને સારવારના મોટા ખર્ચને પહોંચી વળવા કુલ રૂ.૪.૭૪ લાખની સહાય મુખ્યમંત્રી રાહતનિધિમાંથી વિશિષ્ટ સંજોગોનુસાર ચૂકવી આપી છે.અમદાવાદના સેટેલાઇટ વિસ્તારની કુ. દિશા જોષીની કેન્સર સારવાર પાછળ થયેલા રૂ.૧૦ લાખથી વધુના ખર્ચમાં હોસ્પિટલને ચૂકવવાના બાકી રૂ.૧.૩પ લાખ દિશાના પરિવારની રજૂઆતને ધ્યાને રાખી માનવતાના ધોરણે મુખ્યમંત્રી રાહતનિધિમાંથી મંજૂર કર્યા છે.
આનંદીબહેન પટેલે વડોદરા જિલ્લાના ડભોઇના રહિશ શ્રીમતી રૂત્વા મહેતાને પણ સ્પાઇનલ કોર્ડમાં ટયુમરના ઓપરેશન હેતુ ખાસ કિસ્સામાં રૂ. બે લાખની સહાય સી.એમ. રિલીફ ફંડમાંથી ચૂકવવાના આદેશો કર્યા છે.
તેમણે તાજેતરના આંદોલનમાં મહેસાણાના ઇજાગ્રસ્ત યુવક પ્રતિક પટેલની સારવાર માટે મુખ્યમંત્રી રાહતનિધિમાંથી ખાસ કિસ્સામાં રૂ. બે લાખ સહિત સારવાર ખર્ચના રૂ. પાંચ લાખ ૩૪ હજાર એમ રૂ. ૭ લાખ ૩૪ હજારની સહાય મંજૂર કર્યા બાદ ઇજાગ્રસ્ત યુવકની સારવારના વધારાના ખર્ચ પેટે રૂ. ૧ લાખ ૩૮ હજાર પણ મુખ્યમંત્રી રાહતફંડમાંથી ચૂકવવાની મંજૂરી આપી છે.
આ ઉપરાંત તેમણે તાજેતરમાં ગરીબ અને મધ્યમ વર્ગના કુલ-૯ હ્રદય અને કિડની રોગના દર્દીઓને આર્થિક રીતે મદદરૂપ થવા મુખ્યમંત્રી રાહતફંડમાંથી રૂ.૪.ર૩ લાખની સહાય મંજૂર કરી છે.
મુખ્યમંત્રીએ તેમના કાર્યકાળ દરમિયાન એટલે કે રર.પ.ર૦૧૪ થી અત્યાર સુધીમાં કિડની,કેન્સર, હ્રદય અને લીવર રોગની સારવાર/ઓપરેશન માટે મુખ્યમંત્રી રાહતફંડમાંથી આશરે રૂ.ર.૭૯ કરોડ જેટલી સહાય કરીને પ૮૪ દર્દીઓને નવજીવન બક્ષ્યુ છે.
મુખ્યમંત્રી અમૃત્તમ (મા) અને મુખ્યમંત્રી અમૃત્તમ વાત્સલ્ય યોજનામાં વર્ષ ર૦૧૪-૧પથી અત્યાર સુધીમાં કુલ ૧,ર૯,પ૬૩ લાભાર્થીઓને વિવિધ રોગોમાં સારવાર સહાય માટે રૂ. ર૦૧.૮૧ કરોડની રકમ રાજ્ય સરકારે ભોગવી છે.
