આંકડાકીય વર્ષ ૨૦૧૫-૧૬ હવે પૂર્ણતાનાં આરે છે, ત્યારે ભારત સરકાર દ્વારા દેશનાં ગ્રોથ એન્જીનને ઝડપથી વેગવંતુ બનાવવા માટે કમર કસી રહી છે.

જાણવા મળ્યા મુજબ આગામી તારીખ ૨૩મી ફેબ્રુઆરી થી ૧૩ મે સુધી સંસદ ભવનમાં બજેટ સત્ર મળશે. જેમાં દેશનાં રેલવે મથકોની કાયાપલટ સાથે બુલેટ ટ્રેનનાં પ્રોજેક્ટોને આવરી લઈને તા-૨૫મી ફેબ્રુઆરીનાં રોજ રેલવે મંત્રી રેલવેનું બજેટ રજૂ કરશે. જ્યારે દેશનાં આર્થિક સર્વે પર ૨૬મીનાં રોજ જ્યારે ૨૯મી ફેબ્રુઆરી એ નાણા મંત્રાલય દ્વારા સામાન્ય બજેટ રજૂ થશે. બજેટ સત્રની દેશની જનતા રાહ જોઇ રહી છે, મોંઘવારી અને મંદીના માહોલ વચ્ચે લોકોને રાહત આપનારૂ કે પડતા પર પાટુ સમાન અંદાજપત્ર રહેશે એ જોવાનુ રહ્યુ છે.

વધુમાં આ બજેટમાં આવક વેરાની મર્યાદામાં પણ વધારો કરી નોકરીયાત વર્ગ, મહિલાઓને લાભ થાય તેવી ઈરછા લોકો વ્યકત કરી રહયા છે.