ભારત સરકાર દ્વારા તાજેતરમાં એકસાઇઝ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો હતો. જેનાં કારણે અમગ્ર દેશનાં જ્વેલર્સો દ્વારા અચોક્કસ મુદતની હડતાલ પાડીને વિરોધ વ્યકત કરવામાં આવી રહ્યો છે.
રાજય સભાનાં સાંસદ અહેમદ પટેલ હાલમાં પોતાનાં અંકલેશ્વર પીરામણ ગામનાં નિવાસસ્થાને આવ્યા હોય, ભરૂચ જીલ્લા જ્વેલર્સ એસોસિએશનનું પ્રતિનિધી મંડળ તેઓને મળ્યુ હતુ અને એકસાઈઝ ડ્યુટીનો વધારો પરત ખેંચવામાં આવે તે સંબંધીત અહેમદ પટેલને રજૂઆત કરી હતી.અહેમદ પટેલે તેઓની રજુઆતને સાંભળીને કેન્દ્ર સરકારનાં સંબંધીત ખાતામાં જ્વેલર્સોનાં ગંભીર પ્રશ્ન અંગે નક્કર રજુઆત કરવાની ખાતરી આપી હતી.

/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/03/Ahemad-Patel-photo02.jpg)