જામનગરથી સુરત જતી ટ્રેન નં. ૧૯૦૬૦ ને રેલવે મંત્રાલય દ્વારા મહેમદાબાદ-ખેડા રોડ રેલવે સ્ટેશનનું સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે.આગામી તા-૧૭મી માર્ચથી જામનગર ઈન્ટરસિટી ટ્રેન મહેમદાબાદ-ખેડા રોડ રેલવે સ્ટેશન પર સ્ટોપ થશે અને જેનો અમલ પ્રાથમિક ધોરણે ૬ મહિના સુધી કરીને આ રેલવે મથકો પર ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવશે.