સોનીઓએ પરંપરાગત પહેરવેશ ધારણ કરી કેન્દ્ર સરકારનાં એકસાઈઝ ડ્યુટીનાં કાયદાનો વિરોધ કર્યો.
ભરૂચ તેમજ અંકલેશ્વર જ્વેલર્સ એસોસિએશનનાં સભ્યો દ્વારા શહેરનાં પાંચબત્તી ખાતે એકસાઈઝ ડ્યુટીનાં વિરોધમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા એકસાઈઝ ડ્યુટીમાં વધારો કરતો કાયદો ઘડવામાં આવ્યો હતો , જે સંદર્ભે દેશભરનાં જ્વેલર્સોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને એકસાઇઝ ડ્યુટીનાં કાળા કાયદાને નાબુદ કરવાની માંગ સાથે સુવર્ણો દ્વારા વિવિધ વિરોધ પ્રદર્શન કરતા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
તા – ૧૭મીનાં રોજ ભરૂચ – અંકલેશ્વર જ્વેલર્સ એસોસિએશનનાં સભ્યોએ સોનીનાં પરંપરાગત પહેરવેશ તેમજ માથે ટોપી અને કાળી પટ્ટી ધારણ કરીને ભરૂચ શહેરનાં પાંચબત્તી ખાતે ધરણા પર બેઠા હતા અને એકસાઇઝ ડ્યુટીનાં કાળા કાયદાને નાબુદ કરવાની ઉગ્ર માંગ કરી છે.

/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/03/bhr_jwl_strike.png)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/03/bhr_jwl_strike1.png)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/03/bhr_jwl_strike4.png)