ભરૂચ ના નવેઠા ગામ ખાતે ખેડૂત હિતરક્ષક દળ દ્વારા ખેડૂત અધિકાર સભાનુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રાજ્ય સરકારના સર ના કાયદા હેઠળ ખેડૂતોની મૂલ્યવાન જમીન ઉદ્યોગોને પધરાવી દેવા માં આવતી હોવાના આક્ષેપો ખેડૂત હિતરક્ષક દળ દ્વારા કરવામાં આવ્યા હતા.

ખેડૂત અધિકાર સભામાં ખેડૂત હિતરક્ષક દળ ના યાકુબભાઈ,માવસંગભાઈ પરમાર,ચીફ કોર્ડીનેટર લાલજી દેસાઈએ સભામાં સંબોધન કર્યું હતું.આ ઉપરાંત મોટી સંખ્યામાં ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Khedut sabha photo01

જેમાં રાજ્ય સરકાર ના ગુજરાત પેટ્રોલીયમ કેમિકલ પેટ્રોકેમિકલ સ્પેશિયલ ઈનવેસ્ટમેન્ટ રીઝીયન ડેવલોપમેન્ટ ઓથોરીટી દ્વારા ભરૂચ જીલ્લા ના વાગરા તાલુકા ના અંદાજીત 44 ગામોની 35 ટકા ખેડૂતોની જમીન જે સર ના કાયદા હેઠળ સરકાર દ્વારા મફતમાં પડાવી લઇ ઉદ્યોગોને પધરાવી દેવાનું આયોજન હોવાનો આક્ષેપો તેઓએ કાર્ય હતા.અને સરકારના આ કાયદાનો વિરોધ વ્યક્ત કરી સૌ ખેડૂતોને એક જુઠ્ઠ થવા માટે માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું.