ઠંડા શુદ્ધ પાણી ની વ્યવસ્થા તંત્ર દ્વારા કરાય તેવી લોક માંગ ઉઠી.
ગરમી તેનો મિજાજ બતાવી રહી છે અને બપોર ના સમયે અંગ દઝાડતા તાપ માં રાહદારીઓ માટે અમૃતમય પાણી ઠંડાપીણા કરતા પણ વધુ ગુણકારી છે પરંતુ પાણી સરળતા થી મળવું પણ હવે ના આધુનિક સમય માં મુશ્કેલ રૂપ બાબત બની ગઈ છે.
એક સમય હતો કે પાણી ની તરસ લાગે અને પાણીની પરબ પર ઉભા રહો એટલે વિના મુલ્યેકે પછી પચ્ચીસ પૈસા કે પચાસ પૈસા ચૂકવો એટલે પાણી નો ગ્લાસ મળી જાય,અને હવે આ બાબતની માત્ર કલ્પનાજ કરવી રહી.
ગ્રીષ્મ ઋતુ આ વર્ષે શરુઆત થી જ પોતાનો આકરો મિજાજ બતાવી રહી છે અને રેકોર્ડ બ્રેક ગરમી નોધાવવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.સવારના દસ વાગ્યા થી જ લોકો તાપનો અનુભવ કરી રહ્યા છે.ગરમી સામે રક્ષણ આપતુ સીધું અને સરળ પાણી છે.પરંતુ પીવા લાયક અને શુદ્ધ પાણી વિના મુલ્યે મળવુ એ હવે ના સમયે અઘરી બાબત બની ગઈ છે.
અંકલેશ્વર શહેર,જીઆઈડીસી વિસ્તારોમાં આમતો સામાજિક સંસ્થાઓ દ્વારા માટલા ગોઠવીને હંગામી પરબો ઉભી કરવામાં આવી છે,જેમાં જીઆઈડીસી વિસ્તારમાં માત્ર ઉનાળા પુરતુ જ નહિ પરંતુ બારે માસ માટલા પરબ લોકોની ઠંડા પાણી ની ગરજ સારે છે.
કહેવાય છેકે સમૃદ્ધ વિદેશી દેશોમાં ત્યાની સરકાર દ્વારા શુદ્ધ અને મીઠા પાણીની જાહેર સ્થળો પર વ્યવસ્થા કરવામાં આવી છે.અને જ્યાંથી ત્યાંના પ્રેસિડેન્ટ કે પ્રાઈમમીનીસ્ટર પણ વિના સંકોચે એજ પાણીનો ઉપયોગ પીવા માટે કરે છે.જયારે એથી ઉંધુ ભારત દેશ માં છે કે જ્યાં વોટર ફિલ્ટરેશન પ્લાન્ટનુ ઉદ્દઘાટન કરતા મંત્રી માટે પણ પાણીની બોટલની જ વ્યવસ્થા કરવી પડે છે.
લોકોને ખાવા માટે અનાજ અને પીવા માટે શુદ્ધ પાણી પૂરું પાડવું એ પણ સરકાર ની જ ફરજ છે પરંતુ અચ્છે દિન ની કલ્પનામાં વિકાસ ની વાતો કરતુ તંત્ર ખુબજ મહત્વનું કહી શકાય તેવી પાણી ની જાહેર વ્યવસ્થા ગોઠવી નથી શકતું અને નગર પાલિકા પણ પોતાના એજન્ડામાં આવી બાબતો સમાવી શકી નથી.જાહેર સ્થળો પર લોકોને શુદ્ધ અને ઠંડુ પાણી મળી રહે તે માટે વ્યવસ્થા તો ક્યારે થશે એ તો દૂરની વાત છે પરંતુ એ નો સીધો લાભ પેકિંગ ડ્રીન્કીંગ વોટરના ઉત્પાદકો ને થઇ રહ્યો છે અને તેની સામે પણ સરકારનાં જ આશીર્વાદ હોવાનું કહેવાય છે.