ખૂંખાર દીપડાને પાંજરે પુરવાના વન ખાતાના પ્રયત્નો નિષ્ફળ રહ્યા.
ભરૂચના વાલિયાના ગુંદીયા ગામની સીમમાં ખૂંખાર દીપડાના આતંકથી ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.ગામની સીમમાં આવી ચઢેલા દીપડાએ વનકર્મી સહીત બે વ્યક્તિઓ પર હુમલો કરતા તેઓ ઘાયલ થયા હતા.જયારે દીપડા થી ભયભીત ગ્રામજનોએ સ્વરક્ષણ માટે પથ્થરમારો કરતા ગંભીર રીતે ઘાયલ દીપડાનું પણ મોત નીપજ્યું હતું.
ભરૂચના અંતરિયાળ એવા વાલિયાના ગુંદીયા ગામે દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયોહતો. ત્રણ દિવસ પૂર્વે દીપડાએ બે ગ્રામજનો પર હુમલો કરતા નેત્રંગ વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરું મુકવામાં આવ્યુ હતું.તારીખ30મીની સાંજના સમયે દીપડો પાંજરે પુરાયો હોવાની માહિતી વન વિભાગને મળતા વન કર્મીઓ સ્થળ પર પહોચ્યા હતા.જો કે દીપડો છલાંગ મારી ખેતરની કોતરોમાં જતો રહ્યો હતો.વનકર્મીઓ અને ગ્રામજનો દ્વારા દીપડાને અંકુશમાં લેવા પ્રયત્નો હાથ ધરાયા હતા.જો કેન રભક્ષી દીપડાએ હુમલો કરી દેતા હુમલામાં વનકર્મી સરફરાજ અને ગામના ખેડૂત અરવિંદ વસાવા ગંભીર રીતે ઘવાયા હતા.આ તરફ દીપડો અંકુશ બહાર જણાતાસ્થાનિક લોકોએ પથ્થરમારો કર્યો હતો જેમાં દીપડો ગંભીર રીતે ઘવાતા વનકર્મીઓએ તેને અંકુશમાં લઇ પાંજરે પૂર્યો હતો પરંતુ ગંભીર ઈજાના પગલે ૨ વર્ષના દીપડાનું મોત નીપજ્યું હતું.વન વિભાગના અધિકારીઓએ દીપડાના મૃતદેહને પોસ્ટ મોટર્મ અર્થે ખસેડાયો હતો જ્યારે ઈજાગ્રસ્ત વનકર્મી અને ખેડૂતને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.વાલિયાના અંતરિયાળ એવા ગામોમાં દીપડાના આતંકથી ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
