ભરૂચ જીલ્લાનાં ઝનોર ગામ ખાતેનાં દલીત વિદ્યાર્થી તપસકુમાર રમેશભાઈ મકવાણાએ વર્ષ ૨૦૧૫માં લેવામાં આવેલી ધો.- ૧૦ની બોર્ડ પરીક્ષામાં ૯૪ ટકા પ્રાપ્ત કર્યા હતા. તેથી નવી દિલ્હીનાં આંબેડકર ફાઉન્ડેશન દ્વારા રૂ. ૫૦,૦૦૦ રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યુ છે. જે પુરસ્કાર ભરૂચ જીલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડેનાં હસ્તે વિદ્યાર્થી તપસ મકવાણાને એનાયત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે અધિક નિવાસી કલેકટર બી.જી. પ્રજાપતિ તેમજ જીલ્લા ભાજપા પ્રમુખ યોગેશ પટેલ પણ ઉપસ્થિત રહયા હતા.