ઘટનાની નોંધ લઇ હોસ્પીટલ ની મુલાકાત લેતા ધારસભ્ય દુષ્યંત પટેલ.
ભરૂચ સિવિલ હોસ્પીટલ ના વહીવટી કચેરીની છત નો સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત રહેતા કર્મચારીઓમાં ભય નો માહોલ સર્જાયો છે.અને ઘટનાની ગંભીરતા ને ધ્યાને લઇ ધારાસભ્ય દુષ્યંત પટેલ પણ સ્થળ મુલાકાત લીધી હતી.
ભરૂચ સિવિલ હોસ્પીટલ વહીવટી કચેરીની છત નો સ્લેબ તૂટવાની ઘટના નું પુનરાવર્તન થયું છે.અને છત પર થી સ્લેબ ના પોપડા પડતા કચેરી ખંડેર સમાન હોવાની લાગણી કર્મચારીઓ માં જોવા મળી છે.સિવિલ હોસ્પીટલ વહીવટી કચેરી ને પણ સારવાર ની જરૂર હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે.સદનશીબે બીજી વખત પણ છત નો સ્લેબ તુટ્યો ત્યારે પણ કોઈ કર્મચારી હાજર નાં હોવાથી જાનહાની થઇ નથી પરંતુ ઘટના ની ગંભીરતા પારખી ધારસભ્ય દુષ્યંત પટેલ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.અને ક્ષતિ ગ્રસ્ત વહીવટી સંકુલ ની મુલાકાત લીધી હતી.
દુષ્યંત પટેલે છત ના કમજોર ભાગને સલામત રીતે તોડીને ઉતારી લેવાની કામગીરી શરુ કરાવી દીધી હતી.ધારસભ્ય દુષ્યંત પટેલે કનેક્ટ ગુજરાત સાથે ની વાતચીત માં જણાવ્યું હતું કે નવી સિવિલ હોસ્પીટલ માં ફર્નીચરનું કામ ચાલી રહ્યું છે પરંતુ વહેલી તકે જૂની સિવિલ માંથી કચેરીને નવી ઓફિસ માં સ્થળાંતર કરવામાં આવશે,જેથી કોઈ સમસ્યા નહિ રહે.તેમજ ભરૂચ જીલ્લા કલેકટર અને રાજ્ય સરકારમાં રજૂઆત કરીને વહેલી તકે નવી સિવિલ હોસ્પીટલ કાર્યરત કરવાના પ્રયાસો કરવામાં આવશે. /connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/04/3.png)
