રસ્તાનું સમારકામ કરવા માટે નગરપાલિકાને રજુઆત કરાઈ.

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ખખડધજ રસ્તાની સમસ્યાને લઈને સ્થાનિક લોકોએ નગરપાલિકા પ્રમુખને ઉગ્ર રજુઆત કરી હતી.

ભરૂચ નગરપાલિકા ની હદ માં આવતા પશ્ચિમ વિસ્તારના લોકો ઘણા સમય થી ખરાબ રસ્તાના કારણે મુશ્કેલી સહન કરી રહ્યા છે.

2470f4ca-02bb-4bb6-983c-96efc6de66ef

વારંવારની રજુઆતો છતાં રોડનું રીપેરીંગ કરવામાં ન આવતા તારીખ 5 એપ્રિલ ના રોજ પશ્ચિમ વિસ્તારના રહીશોએ નગરપાલિકા પ્રમુખ આર.વી.પટેલને ઉગ્ર રજુઆત કરીને રસ્તાનું રીપેરીંગ વહેલી તકે કરવામાં આવે નહીતો આગામી સપ્તાહના સોમવારના રોજ પશ્ચિમ વિસ્તારમાં બંધ પાડીને વિરોધ વ્યક્ત કરવાની ચીમકી સ્થાનિક લોકોએ ઉચ્ચારી હતી.

જયારે નગરપાલિકા ના પ્રમુખે તેઓના પ્રશ્નનું નિરાકરણ લાવવાની હૈયા ધારણા આપી હતી.