ઝીંગા તળાવ ના માલિકો જરૂરી નીતિ નિયમોનો ભંગ કરતા હોવાની રજૂઆત સાથે કલેકટરને આવેદન પત્ર પાઠવતા ગ્રામજનો.
ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના પાલડી ગામ ના ઝીંગા તળાવોને લઈને વિવાદ ઉભો થયો છે.અને ફિશિંગ પોન્ડ ના માલિકો દ્વારા નીતિ નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરીને મત્સ્ય ઉદ્યોગ ચલાવી રહ્યા હોવાની રજૂઆત સાથે ગ્રામજનોએ જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું છે.
વાગરા તાલુકાના પાલડી ગામે આવેલ 30 હેક્ટર જમીનમાં ઝીંગા તળાવો બનાવવામાં આવ્યા છે.તળાવમાં ઝીંગાનું હાર્વેસ્ટિંગ ન કરવા તેમજ તળાવોમાં કોઈ પણ પ્રકારનું કામ ન કરવા માટે મત્સ્ય ઉદ્યોગ,કલેકટર,તેમજ મામલતદાર દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો,પરંતુ તેમ છતાં તેનો ભંગ કરીને તળાવનું કામ કરવામાં આવતા ગ્રામજનોએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે અને ઝીંગા તળાવને દુર કરવાની માંગ કરી છે જો તેમ નહિ થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ પાલડી ગામના રહીશોએ ઉચ્ચારી છે.

/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/04/index.png)