ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજ્યનો માહોલ ગરમાયો છે, ત્યારે ક્યાંક રાજકીય પાર્ટીઓમાં આંતરિક વિવાદ જોવા મળ્યો છે. તેમજ ઘણા ગામોમાં પણ રાજકીયપક્ષોએ પ્રચાર અર્થે આવવું નહિ તેવા બેનર લગાવ્યા છે.
આવું જ કંઈક આમોદ તાલુકાનાં નાહિયેર ગામે જોવા મળ્યુ છે, નાહિયેર ગામનાં લોકોએ BJP ગો બેકનાં બેનર સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. જોકે ગ્રામજનોએ મિડીયાને જણાવ્યુ હતુ કે તેઓનાં વિવિધ પ્રશ્નોને નજર અંદાજ કરવામાં આવતા ગ્રામજનો BJPનાં ઉમેદવારનો વિરોધ કરી રહ્યા છે.
