ભક્તો રામ ભક્તિમાં લીન બન્યા.
ભરૂચ જીલ્લા માં શ્રીરામ મંદિરોમાં રામનવમી પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.
મર્યાદા પુરષોત્તમ ભગવાન શ્રીરામનો જન્મોત્સવ પ્રસંગે ભરૂચ શહેરના કસક શ્રી હનુમાન મંદિર ખાતે દર્શન અર્થે ભક્તોની ભીડ ઉમટી હતી,જયારે વેજલપુર ખાતે રામનવમી નિમિતે ભક્તો દ્વારા શોભાયાત્રા ઉપરાંત મહા આરતીનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર શહેર ના રામકુંડ તીર્થ,જલારામ મંદિર,જીઆઈડીસીના માનવ મંદિર,પશુપતિનાથ મહાદેવ મંદિર સહીત ના દેવાલયોમાં શ્રીરામનવમી ની ભવ્યતાથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ શુભ પ્રસંગે શ્રીરામ મંદિરોમાં રામ ધૂન,ભજન,કિર્તન,મહાપ્રસાદ,મહા આરતીના ધાર્મિક કાર્યક્રમો નો રામ ભક્તોએ લાહવો લીધો હતો.

/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/04/download-1-5-1024x576.png)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/04/download-12-1024x576.png)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/04/download-2-4-1024x576.png)