વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે લોકડાયરાની પણ સમઝટ બોલાવાય.
અંકલેશ્વર તાલુકાનાં ભડકોદ્રા ગામ ખાતે ગ્રામજનોનાં સહયોગથી શ્રી રામજી મંદત્રરનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો છે. મંદિરમાં શ્રી રામ દરબાર, માઁ અંબે તથા શિવ પરિવારની મૂર્તિથી પ્રાણ પ્રતિષ્ઠા શાસ્ત્રોકત વિધિ અનુસાર કરવામાં આવી હતી .
પ્રાણ પ્રતિષ્ઠા બાદ મહાઆરતી અને મહાપ્રસાદીનો લ્હાવો શ્રધ્ધાળુઓએ લીધઓ હતો. રામ નવમીનાં પાવન અવસર નિમિતે પ્રાણ પ્રતિષ્ઠાના આયોજને ગ્મજનોમાં અનેરી ડ્રધ્ધાનો સંચાર થતા શ્રધ્ધાળુઓ કૃતાર્થ થયા હતા.
જયારે રાત્રિએ પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે લોકડાયરો પણ યોજાયો હતો. ડાયરામાં ખ્યાતનામ ભજન સમ્રાટ નિરંજન પંડ્યા, ગાયિકા નેતલ ગડાતરા તેમજ સાથી કલાકારોએ મોડી રાત્રિ સુધી ભજનની રમઝટ બોલાવી ગામવાસીઓને ભક્તિરસ પીરસ્યો હતો. જયારે હાસ્ય કલાકાર વિક્રમ ગઢવીએ હાસ્યની છોળો ઉડાડી જનમેદનીને પેટ પકડીને હસાવ્યા હતા.

/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/04/dayro-2-1024x576.png)