અંકલેશ્વર ખાતે શ્રી પાર્શ્વનાથ ભગવાન ની પ્રતિમા શિલાયાત્રા આવી પહોંચતા જૈન ભાવિકો એ દર્શનનો લાહવો લીધો હતો.

વિશ્વના સૌથી ઉંચા બનનાર શિખર બદ્ધ 365 ફૂટ ના મંદિર માં શ્રી પાર્શ્વનાથ ભગવાનની 23 ફુટ ઉંચી પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવશે.તામિલનાડુ ના કૃષ્ણગિરી તીર્થ ખાતે બની રહેલા આ મંદિર માટે ગાંધીધામ કચ્છ થી શિલાયાત્રા નીકળી હતી.જે તારીખ 20 મી ના રોજ અંકલેશ્વર ખાતે આવી પહોંચી હતી.જે શિલા ના દર્શન નો લાહવો જૈન ભાવિકોએ લીધો હતો.

શિલાયાત્રા ના પ્રભારી હેમંત મુથા એ જણાવ્યું હતું કે શિલાયાત્રા ગુજરાત,મહારાષ્ટ્ર થઇને તામિલનાડુ ના કૃષ્ણગિરી તીર્થ ખાતે પહોંચશે અને કૃષ્ણગિરી પીઠાધિપતિ વિદ્યાસાગર ડો.વસંત વિજયજી મહારાજ સાહેબ દ્વારા તીર્થ નિર્માણ કરવામાં આવ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું.