મહારાષ્ટ્રના ઘણાં ગામોમાં દુષ્કાળની સ્થિતી સર્જાઇ છે.રાજ્યમાં ખેડૂતો અને તેમના પરિવારોની હાલત વધુ વણસી છે.દેવેન્દ્ર ફડણવીસની સરકાર દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં જલયુક્ત શિવર અભિયાનની શરૂઆત કરી છે,ત્યારે ફિલ્મ અભિનેતા અક્ષયકુમારે પણ ખરાબ સમયે મહારાષ્ટ્રની પડખે ઉભા રહેતા દુષ્કાળગ્રસ્ત વિસ્તારોના લોકો માટે 50 લાખનું દાન કર્યુ છે.
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અભિનેતાનો આભાર માન્યો હતો. અગાઉ પણ અક્ષય કુમારે આત્મહત્યા કરનાર ખેડૂતોના પરિવારો માટે 90 લાખનું દાન કર્યું હતું. જોકે, અભિનેતાએ કરેલી આ ચેરિટી અંગે મીડિયાને કંઇપણ કહેવા ઇન્કાર કર્યો હતો.
