પશ્ચિમ રેલવે દ્વારા તા. ૨૪ એપ્રિલને રવિવારે સુરત – મુંબઈ વચ્ચે ૧૦ કલાકનો મેગાબ્લોક જાહેર કરાયો છે. જેના કારણે અમદાવાદ – મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર પ્રભાવિત થશે. ૧૨ ટ્રેનોને આંશિક રીતે રદ કરી દેવામાં આવી છે. તેમજ ૯ ટ્રેનો ૨૦ મિનિટ થી લઈને ૪ કલાક સુધી મોડી પડશે. સવારના ૭:૧૫ કલાકથી સાંજના ૫:૩૦ કલાક સુધી અપ –ડાઉન લાઈન પર ૨૧ ટ્રેનો પ્રભાવિત થશે જેને કારણે હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ જશે.

59439-40 નંબરની અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદને રેલવે રોડ મુંબઈ સેન્ટ્રલ વચ્ચે રદ કરાઈ છે.આ ઉપરાંત 12480-79 બાન્દ્રા ટર્મિનલ– જોધપુર – બાન્દ્રા ટર્મિનલને બાન્દ્રા ટર્મિનલને બાન્દ્રા ટર્મિનલ સુરત વચ્ચે, 12490-89 દાદર-બીકાનેર-દાદરને દાદર-વાપી વચ્ચે, 12933-34 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ મુંબઈ સેન્ટ્રલ વાપી વચ્ચે, 19115-16 બાન્દ્રા ટર્મિનલ – ભુજ – બાન્દ્રા ટર્મિનલને બાન્દ્રા ટર્મિનલ-દહાણું રોડ વચ્ચે તેમજ 19059-60 સુરત – જામનગર-સુરતને સુરત – વડોદરા વચ્ચે રદ કરી દેવાઈ છે. સ્ટેશન વચ્ચે પુલનું કામકાજ ચાલતું હોવાથી આ મેગાબ્લોક લેવાયો છે.

જેના કારણે કચ્છ એક્સપ્રેસ 20 મિનિટ, રણકપુર એક્સપ્રેસ 1:45 મિનિટ, ગરીબ રથ એક્સપ્રેસ 4:05 મિનિટ, સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ૧૫ મિનિટ, કોઈમ્બતુર – બિકાનેર એસી એકસપ્રેસ 2:30 મિનિટ, ગુજરાત એકસપ્રેસ 2:15 મિનિટ, જેસલમેર – બાન્દ્રા એકસપ્રેસ 1:15 મિનિટ, પોરબંદર – મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એકસપ્રેસ 45 મિનિટ અને રાજકોટ કોઈમ્બતુર એક્સપ્રેસ 30 મિનિટ મોડી પડવાની હોવાનું રેલવે સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.