અમદાવાદની ક્રાઇમબ્રાન્ચની ઓફિસમાં કોન્સ્ટેબલની હત્યા કરીને આરોપી ફરાર થઇ ગયો હોવાના અહેવાલ છે. લૂંટ અને ડ્રગ્સ કેસના આરોપી મનિષને ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ માટે બોલાવ્યો હતો. જે કોન્સ્ટેબલ ચંદ્રકાન્ત મકવાણાની હત્યા કરીને ફરાર થઇ ગયો હતો.
પીઆઈ કિરણ ચૌધરીની ઓફિસમાં મધરાતે 12 વાગ્યાની આસપાસ આરોપી મનિષે કોન્સ્ટેબલ ચંદ્રકાન્ત મકવાણાને માથામાં પાઇપ ફટકારી હતી. બનાવના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ડૉગ સ્કવોર્ડ તેમજ એફએસએલની મદદથી તપાસ શરૂ કરી હતી .
