દર વર્ષે 21મી એપ્રિલે સિવિલ સર્વિસ ડે તરીકે ઉજવવામાં આવે છે . દેશના સિવિલ સર્વન્ટસનું કામ સામાન્ય લોકો માટે કેટલું મહત્વનું છે તેની તેમને યાદ અપાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે સિવિલ સર્વિસ ડે નિમિત્તે અધિકારીઓને તેની ક્ષમતા વધારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

સૌપ્રથમ 1લી એપ્રલિ 1980માં સિવિલ સર્વિસ ડે ઉજવવામાં આવ્યો હતો. છેલ્લા 10 વર્ષથી 21 એપ્રિલે સિવિલ સર્વિસ ડે ઉજવવામાં આવે છે. આ વખતે 10મો સિવિલ સર્વિસ ડે મનાવવામાં આવી રહ્યો છે.

આજે સિવિલ ડે નિમિત્તે દિલ્હીમાં નરેન્દ્ર મોદીએ સરકારી પ્રોજેક્ટમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ સિવિલ સર્વન્ટનું સન્માન કર્યુ છે. સરકારી મહત્વની યોજનાઓમાં અસરકારક કામગીરી કરવા બદલ કુલ 10 જિલ્લાના અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું છે.