અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં કોન્સ્ટેબલની હત્યા કરી ફરાર થઇ જનાર આરોપી મનિષને કરજણના રેલવે સ્ટેશનેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસે આરોપીના પરિવારજનો ના મોબાઇલ ઇન્ટરસેપ્ટ કરી આરોપી વિશે માહિતી મેળવી હતી.આરોપીની તેના પરિવાર સાથે થયેલી વાતચીતના આધારે પોલીસે આરોપીને ટ્રેસ કર્યો હતો. તારીખ 21 મી ની રાત્રિએ કરજણ રેલવે સ્ટેશને બાન્દ્રા-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.

ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં લૂંટ કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવેલો મનિષ કોન્સ્ટેબલ ચંદ્રકાન્ત મકવાણાને મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયો હતો.