વ્યક્તિની હથેળીમાં મસ્તિષ્ક રેખાના આકાર પરથી તેના સ્વભાવ વિશે જાણી શકાય છે.

ટૂંકી મસ્તિષ્ક રેખા

આવા લોકો ખૂબ જ ઉતાવળિયા હોય છે અને વિચાર્યા વિના કોઇ તારણ પર પહોંચી જતા હોય છે.

લાંબી અને સીધી મસ્તિષ્ક રેખા

આ પ્રકારની રેખા ધરાવતા લોકો કોઇપણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલાં હજારવાર વિચાર કરે છે.

બે ભાગમાં ફંટાતી મસ્તિષ્ક રેખા

આવી રેખા ધરાવતા લોકો બીજા પ્રત્યે સંવેદનશીલ હોય છે. આવા લોકો ખૂબ ઝડપથી બીજાની વાતોમાં આવી જતા હોય છે. તેઓ તેમનો અભિપ્રાય વારંવાર બદલે છે.

લાંબી અને વળેલી મસ્તિષ્ક રેખા

આવી લાઇન ધરાવતા લોકો રચનાત્મક વિચારો ધરાવતા હોય છે. કોઇપણ પરિસ્થિતીમાંથી બહાર નીકળવા માટે તેઓ શક્ય તેટલા બધા જ વિકલ્પોનો વિચાર કરીને નિર્ણય કરે છે.