બેંગ્લોરથી લેહલદ્દાખ સુધી ૫૦૦૦ કિ.મીની યાત્રાએ નીકળેલ વિનયકુમાર શાહુ તા – ૨૪મીનાં રોજ ભરૂચ ખાતે પહોંચ્યા હતા.તેઓએ સાઈકલ યાત્રા અંગે કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે તેઓએ સદભાવનાની એક કોશીષ સ્વચ્છ ભારત , સ્વસ્થ ભારતની થીમ સાથે સાઈકલ યાત્રા ખેડીને લોકોમાં તે પ્રત્યેની જાગૃતતા લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
ઉપરાંત તેઓને યાત્રા દરમ્યાન એક અકસ્માત નડ્યો હતો. જેમાં ડાબા હાથમાં ફેક્ચર હોવા છતાં વિનય શાહુ એક હાથથી સાઈકલ હંકારીને રોજનાં ૧૦૦ કિ.મીનું અંતર કાપી રહયા છે.
સાઈકલ વીર વિનય શાહુ ભરૂચ આવી પહોંચતા તેઓને ભરૂચ વાસીઓએ ઉમળકા ભેર આવકાર આપ્યો હતો.
