પોસ્ટમેનને વહેંચવા અપાયેલ જથ્થો વહેંચાયા વગર એમ જ પડી રહ્યો
ભરૂચ જીલ્લા ના જંબુસરના અણખી ભાગોળ વિસ્તારમાંથી એક હજારથી વધુ આધારકાર્ડનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
જંબુસરના અણખી ભાગોળ વિસ્તારમાંથી 1 હજાર કરતા વધુ આધારકાર્ડનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગેની જાણ સ્થાનિકોને થતાં તેમણે તંત્રને જાણ કરી હતી. આથી, પોસ્ટ માસ્ટર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. આધારકાર્ડ પોસ્ટમેનને વહેંચવા માટે આપવામાં આવ્યા હતા. પરંતુ પોસ્ટેમેને આધારકાર્ડ લોકો સુધી પહોંચાડવાના બદલે કોથળામાં નાંખી તેના ઘરની બહાર મુકી રાખ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ અંગે ઇન્ચાર્જ પોસ્ટ માસ્ટર દ્વારા ખાતાકીય તપાસના આદેશો અપાયા છે. અત્રે મહત્વપૂર્ણ છે કે અત્યંત ઉપયોગી એવા મહત્વના સરકારી દસ્તાવેજ આધારકાર્ડને કચરામાં ફેંકી દેવા કેટલું યોગ્ય કહી શકાય?
