ભારતની દીપિકાકુમારી એ કરી વર્લ્ડ રેકોર્ડની બરાબરી
BY Connect Gujarat28 April 2016 5:06 AM GMT
X
Connect Gujarat28 April 2016 5:06 AM GMT
ભારતની મહિલા તિરંદાજ દીપિકાકુમારીએ શાંઘાઇ ખાતે યોજાયેલા તિરંદાજી વિશ્વકપમાં વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી હતી. દીપિકાકુમારીએ કુલ 750 અંકોમાંથી 686 અંક મેળવીને ઓલિમ્પિક ચેમ્પિયન અને વિશ્વ વિજેતા દક્ષિણ કોરિયાની બો બેએના રેકોર્ડની બરોબરી કરી હતી.બો બેએ લંડન ઓલિમ્પિક 2012માં બે સુવર્ણ ચંદ્રક મેળવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે રિયો ઓલિમ્પિક માટે ભારતમાંથી જે 4 લોકોએ ક્વોલિફાય કર્યું છે તેમાં દીપિકાકુમારીનો પણ સમાવેશ થાય છે. વિશ્વ કપમાં દીપિકાકુમારીના શ્રેષ્ઠ પ્રદર્શનને જોતા ઓલિમ્પિકમાં પણ તેઓ સારો દેખાવ કરશે તેવી આશા વ્યક્ત કરાઇ રહી છે.
Next Story